મહંત સ્વામીની અક્ષર મંદિરે પધરામણી:BAPSના વડાએ ગોંડલના સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાત લીધી; તેમની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક ચોપડા પૂજનની ઉજવણી થઈ

ગોંડલએક મહિનો પહેલા

ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે ચોપડા પૂજનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભગવાનને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. ચોપડા પૂજનમાં ભાગ લેવા માટે ગોંડલ તેમજ આસપાસના વિસ્તારમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો પોતાના ચોપડા લઈ અક્ષર મંદિર ખાતે આવ્યા હતા. દિવાળીના દિવસે સમગ્ર અક્ષર મંદિરનું પરિસર ભક્તોના પ્રવાહથી ઉભરાઈ રહ્યું હતું. ઠાકોરજીની મહાપુજા દ્વારા ચોપડાનું પૂજન સંતોએ વેદોક્તવિધિથી કર્યું હતું. મહાપૂજાના અંતમાં ઉપસ્થિત તમામ હરિભક્તોએ સમૂહ આરતી દ્વારા ઠાકોરજીને વધાવ્યા હતા.

દિવાળીના દિવસે બીએપીએસના વડા મહંત સ્વામીની ગોંડલના અક્ષર મંદિર ખાતે પધરામણી ગગનભેદી જયનાદ અને ભવ્ય આતશબાજી દ્વારા ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. આ તકે ઉપસ્થિત સૌ હરીભક્તોને પૂજ્ય સંતોએ આશીર્વાદ પણ આપ્યા હતા. આજના દિવસે ગોંડલ અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી પણ થઈ હતી.

ભવ્ય આતશબાજી અને ગગન ભેદી જયનાદ દ્વારા મહંત સ્વામી મહારાજનું હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર સત્સંગ મંડળ વતી પૂજ્ય આત્મસ્વરૂપદાસ સ્વામીએ હાર પહેરાવી મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મહંત સ્વામી નૂતન વર્ષની ઉજવણી અક્ષર મંદિર ખાતે કરશે અને આ દિવસે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...