કોર્ટનો નિર્ણય:મોવિયા ગામે બેંક સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીના જામીન મંજૂર

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે 47 લાખની લોન લઇ ભરપાઇ કરી ન હતી
  • બેંક અધિકારીઓની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઇ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા દંપતિ સહિત ત્રણ શખ્સએ જમીન પર બેંકમાંથી રૂપિયા ૪૭ લાખની લોન લીધા બાદ છેતરપિંડી કરતાં આ અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરાતાં ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એ ત્રણે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા નટવરલાલ જીવાભાઈ ભલાળા, શર્મીલાબેન નટવરલાલ ભાલાળા અને નરેન્દ્ર જીવાભાઈ ભાલાળા સહિતના શખ્સોએ પોતાની સંયુક્ત જમીન મિલકત ગીરો મૂકી બેંકમાંથી રૂપિયા ૪૭ લાખની લોન લીધી હતી. બેંકમાં દસ્તાવેજ હોય તેમ છતાં આ મિલકત પર બાંધકામ કરી દુકાનો બનાવી જુદી જુદી વ્યક્તિઓને વેચાણ કરી બેંક સાથે રૂ 71.43 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયા બાદ ત્રણેય આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષે વકીલોની દલીલો સાંભળી કોર્ટ જજમેન્ટ ધ્યાને લઇ આ દંપતી સહિત ત્રણેયને પંદર હજારના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આરોપી પક્ષે એડવોકેટ પરેશ રાવલ ભાવેશ ચોલેરા રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...