ચોરીનો પ્રયાસ:આટકોટ બસ સ્ટેન્ડ પાસે સત્યમ હોસ્પિટલમાંથી ચોરીનો પ્રયાસ

આટકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ બારીના સળિયા વાળી નાખ્યા, અંદર પડવાની હિંમત ન કરી

આટકોટ બસ સ્ટેન્ડ પાસે આવેલી સત્યમ હોસ્પિટલમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અંદર પ્રવેશવા માટે બારીના સળિયા તોડી નાખ્યા હતા, જો કે અંદર પડ્યા ન હતા અને અંતે ચોરી કરવાનું માંડી વાળીને નાસી ગયા હતા. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આટકોટ એસટી બસ સ્ટેશન પાસે આવેલ સત્યમ હોસ્પિટલમાં તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમની પાછળની બારી તોડી હતી. જો કે અંદર પડ્યા ન હતા. સતત ધમધમતા એવા હાઈવે પાસે આવેલી હોસ્પિટલમાં ચોરી કરવા માટે પાછળની બારી તોડી નાંખી હતી તેમજ અન્ય એક બારી તોડી નાખવામાં આવી હતી, ચોરે બારીના સળિયા વાળી નાખ્યા હતાં.

સળિયા જે રીતે વાળવામાં આવ્યા તેના પરથી ફલિત થતું હતું કે ચોરોએ અંદર જવા માટે ઘણી મહેનત કરી હતી, પણ મહેનત માથે પડી હતી જેનાં બે પાઈપ મળી આવ્યા હતા. ઘટના સથળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ચોરોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...