હુમલો:ગોંડલમાં યુવાનના ગળા પર છરી ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયો

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને રાજકોટ સિવિલમાં ખસેડાયો

ગોંડલના માંડવી ચોકમાં યુવાનનાં ગળા પર છરીથી હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયો છે. આ બનાવની પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની મળતી માહિતી અનુસાર ગોંડલના માંડવી ચોકમાં પરેશભાઈ છગનભાઈ દૂધરેજીયા (ઉ.વ.40) નામનો યુવક વરસાદ થઇ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્શે ગળાના ભાગે છરીનો ઘા મારી દેતા લોહીલુહાણ થઇ જવા પામ્યો હતો. યુવાનોને ગંભીર હાલત જોઈ લોકો એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ ગોંડલ સિટી પોલીસને થતા પીઆઇ સંગાડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. માંડવી ચોકમાં યુવાન પર શા માટે હુમલો થયો તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...