તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આગેવાન પર હુમલો, સરપંચને ધમકીના પગલે બિલિયાળા ગામ સજ્જડ બંધ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માથાભારે શખ્સોની દાદાગીરી સામે ગ્રામજનોએ સજ્જડ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો. - Divya Bhaskar
માથાભારે શખ્સોની દાદાગીરી સામે ગ્રામજનોએ સજ્જડ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો.
  • નેશનલ હાઈવે પર ઉમવાડા ચોકડી પાસે આગેવાન પર સશસ્ત્ર હુમલો થયો હતો, તેને સાથ ન દેવા સરપંચને મારી નાખવાની ધમકી અપાઇ હતી

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે કેટલાક શખ્સોએ બિલીયાળાના આગેવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અને આગેવાનને સાથ ન દેવા સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટનામાં રોષે ભરાયેલા ગ્રામજનોએ સજ્જડ બંધ પાડ્યો હતો અને માથાભારે શખ્સોની જોહુકમી સાથે રોષ ઠાલવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના બિલિયાળા ગામે રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કિસાન ભોજનાલય ચલાવતા હંસરાજભાઈ ડોબરીયા ઉપર ઉમવાડા ચોકડીએ 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.

હંસરાજભાઈની સારવાર અને સાથ સહકાર માટે ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયા સહિતનાઓ દોડી ગયા હતા અને જે હુમલાખોરોને ન ગમતા લાજવાને બદલે ગાજી સરપંચને જગા વિરમભાઈ ભરવાડ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

નાના એવા બિલિયાળા ગામના આગેવાન ને માર મારવાની ઘટના અને સરપંચને જાનથી મારી નાંખવાની ધમકીના પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા અને આજે મંગળવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગામના આગેવાન ઉપર ગામના અતુલ ખીંટ તેનો ભાઈ લાલો સહિતના દસ શખ્સોએ હુમલો કર્યો હતો. અને આગેવાનને ગંભીર ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...