હુમલો કરી માર માર્યો:‘મને સભ્ય કેમ બનાવતો નથી’ કહી ઘોઘાવદર મંડળીના મંત્રી પર હુમલો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ રસ્તામાં જ આંતરી લીધ
  • દહેશતના ​​​​​​​પગલે મંડળીના કર્મચારીઓ ફરજથી અળગા રહ્યા

ગોંડલ તાલુકાના ઘોઘાવદર જૂથ સેવા સહકારી મંડળીનાં મંત્રી પર તાલુકા પંચાયતનાં પુર્વ સદસ્યએ હુમલો કરી માર મારતા મંત્રીને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવનાં પગલે મંડળીના કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરી અળગા રહ્યા હતા.

ઘોઘાવદર મંડળીના મંત્રી પ્રફુલભાઈ સવજીભાઈ ખુંટ ગોંડલથી ફરજ પર ઘોઘાવદર જઇ રહ્યા હતા ત્યારે ધારેશ્ર્વર ચોકડી પેટ્રોલ પંપ પાસે તાલુકા પંચાયતનાં પુર્વ સદસ્ય ઘોઘાવદર રહેતા રાજેશભાઈ છગનભાઈ ચોવટીયા એ રસ્તામાં આંતરી ગાળો ભાંડી માર મારતા પ્રફુલભાઈને સારવાર માટે ગોંડલ સિવિલ ખસેડાયા હતા.

પ્રફુલભાઈ ખુંટે જણાવ્યુ કે રાજેશભાઈ ચોવટીયા એ હુ ઘોઘાવદર મંડળી ની ઓફીસે જઈ રહ્યો હતો ત્યારે મને રોકીને મને મંડળી માં સભ્ય કેમ બનાવતો નથી તેવુ કહી માર માર્યો હતો.રાજેશભાઈ માથાભારે માણસ હોય અગાઉ ગુનાહિતત કાર્યો કર્યા હોય દહેશતથી મંડળીના કર્મચારીઓ ફરજ બજાવી શકતા નથી. બનાવ અંગે સીટી પોલીસે મંડળીના મંત્રી પ્રફુલભાઈ ખુંટ ની ફરિયાદ લઇ રાજેશભાઈ ચોવટીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...