તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:બિલિયાળાના પ્રાૈઢ પર 10 શખ્સનો હુમલો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર રોકીને શખ્સે હુમલો કરતાં યાર્ડ તરફ જતા પ્રાૈઢને ગંભીર ઇજા

નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે બિલીયાળાથી નવા માર્કેટ યાર્ડ તરફ જઇ રહેલાં પ્રૌઢ પર આઠથી દશ હથિયારધારી શખ્સએ હુમલો કરતાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયાં હતાં.બનાવ અંગે સિટી પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલા અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે આ શખ્સો બિલિયાળાના પાદરમાં લોકોને નડે તે રીતે ઢોર ઢાંખર રાખે છે, ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ પાલાની ગાડી રાખતા હોઇ જે તે સમયે તેઓને ટપાર્યા હતા, જેનો ખાર રાખીને આ શખ્સોએ વેર વાળ્યું છે.

બિલીયાળા રહેતાં અને યાર્ડમાં કિશાન ભોજનાલય ચલાવતાં હંસરાજભાઈ મનજીભાઈ ડોબરીયા સવારે કારમાં ગોંડલ યાર્ડ જવા નીકળ્યા હતા. આ વેળા સવારે 10ના સુમારે ઉમવાડા ચોકડી પાસે બોલેરો અને મોટર સાયકલ સાથે ધસી આવેલાં બિલીયાળાનાં અતુલ ખીંટ, તેનો ભાઇ માંડો, લાલો ખીંટ, રઘો ધરાંગીયા, કાળુ, જગદિશ, વિશાલ સહિતનાં શખ્સોએ હંસરાજભાઈની કાર આડે બોલેરો સહિતના વાહનો આડા રાખી કાર અટકાવી ગાળાગાળી કરી હતી.હંસરાજભાઈએ કારનો દરવાજો ખોલતાં આ શખ્સોએ ધારીયા સહિતનાં હથીયારો વડે હુમલો કરતાં માથાંનાં ભાગે ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.બનાવને અંજામ આપીને હુમલાખોરો હવામાં ઓગળીગયા હતા.

અન્ય સમાચારો પણ છે...