ધર્મ પ્રેમ:45 દેશમાં 81000 કિલોમીટરની પદયાત્રા કરનાર આત્મારામજીનું ગોંડલમાં આગમન

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર. - Divya Bhaskar
ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર.
  • અનેક દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો કર્યો પ્રચાર

કહેવાય છે કે માનવી ધારે તો દરેક સંકલ્પો સિધ્ધ થતા હોય છે. યુવા અવસ્થામાં કરેલા સંકલ્પો આત્મારામજી સ્વામી હાલ પૂર્ણ કરી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં સંતોએ હમેશા સમાજને કંઇક અને કંઇક આપ્યું છે. આ સનાતન ધર્મની પરંપરા આજે પણ જીવંત છે. સમગ્ર વિશ્વની પદયાત્રા કરી એક સાધુ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. જેમનું નામ છે આત્મારામજી સ્વામી. હાલ તેઓ હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ચોટીલાથી સોમનાથ દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે.

આત્મારામજી મૂળ અમરેલીના વિસાવદર ગામના છે તેઓએ ફરી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરેથી પદયાત્રાનો પ્રારંભ કરીને ઘેલા સોમનાથ, જસદણ, આટકોટ થઈને ગોંડલ પહોંચ્યા છે. આત્મારામજી એ યુવા અવસ્થામાં કરેલા સંકલ્પ આજે પણ તેઓ પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં સોમનાથ યાત્રાએ જઈ રહેલા પદયાત્રી આત્મારામજી સ્વામીએ પોતાની યુવા અવસ્થામાં 12 જ્યોતિર્લિંગના દર્શન પાંચ વખત કરવાનો સંકલ્પ કર્યો હતો.

તેમણે વિશ્વના 45 દેશોનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર કયો છે. માત્ર ફ્રૂટ ખાઈ અને દૂધ પી ને તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે . લોકો પણ આત્મારામજીના પ્રયાસને બિરદાવી રહ્યા છે. આત્મારામજી સ્વામીએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. અને સુખી સંપન્ન પરિવાર ધરાવતા હોવા છ્તા તેઓ વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...