નવા વર્ષમાં જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે રૂ.6500નો ભાવ બોલાયો; જીરૂની 1200 ગણી આવક થવા પામી હતી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષની ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે જીરૂના હાઈએસ્ટ ભાવ રૂપિયા 6500 બોલાયા છે. ગોંડલ માર્કેટિંગયાર્ડમાં આજે જીરૂની 1200 ગણી આવક થવા પામી હતી. જેમાં એક મણના હાઈએસ્ટ ભાવ 6500 રૂપિયાનો સોદો થયો હતો.

જણસી વેચવા માટે પહેલી પસંદ ગોંડલ માર્કેટયાર્ડ
ગોંડલ માર્કેટીંગયાર્ડમાં તમામ જણસીની આવક જોવા મળી રહી છે. ત્યારે આજે 1200 ગુણી જીરૂની આવક જોવા મળી હતી. હરરાજીમાં 20 કિલો જીરૂનો ભાવ 4000થી 6500 સુધીના ખેડૂતોને મળ્યો હતો. સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડ જ પસંદ કરે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના ખંભાળિયા તાલુકામાંથી વધારે ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટયાર્ડમાં આવી પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...