માઁ ખોડલની અનોખી રંગોળી:ખોડલધામ ખાતે 5 મહિલાઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમયના પહેલા શણગારનો ફોટો ડ્રો કરવામાં આવ્યો

ગોંડલ3 મહિનો પહેલા

દિવાળીના પર્વમાં કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે અનોખો લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. રોજિંદા લાખોની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટે છે, ત્યારે માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. મંદિરના કેમ્પસમાં અલગ-અલગ રંગોળી કરવામાં આવે છે. ત્યારે લાભ પાંચમના દિવસે સુરત કલાર્પણ આર્ટ કલાસની 5 મહિલાઓ દ્વારા માઁ ખોડલની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે.

રંગોળી તૈયાર કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો
કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે કલાર્પણ આર્ટ કલાસ સુરતની મહિલાઓ દ્વારા માઁ ખોડલની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે. ખોડલધામ મંદિર ખાતે 21/01/2017માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સૌ પ્રથમ જે શણગાર કરવામાં આવ્યો હતો તે રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. બારીક નજરેથી રંગોળીનો રંગ પૂરવામાં આવ્યો હતો. આ રંગોળીમાં 5 કિલો જેટલો અલગ-અલગ રંગ મિક્સ કરીને રંગો બનાવવામાં આવ્યા હતા. માઁ ખોડલની રંગોળી 5 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રંગોળી તૈયાર કરતા સમયે અનેક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...