તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના કહેર:ગોંડલ આશાપુરા ચેકપોસ્ટ પર સોપારીના જથ્થા સાથે બે ઝબ્બે, પોલીસે ઇકો કાર સાથ બંને ભાઈઓની ધરપકડ કરી

ગોંડલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ચાર આવી રહ્યું છે ત્યારે છાના ખૂણે સોપારી તમાકુ નો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારી ના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળાબજારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડી ને આવી ઊભી રહેલ ઇકો કાર પર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 288720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે રૂ 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય લોકડાઉન ના કારણે આજે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ હોય આ જથ્થાની વર્તમાન કિંમત અંદાજીત 2 લાખ જેવી ગણી શકાય. અનિડા ભાલોડી ગામે પ્રોવિઝન સ્ટોરમાંથી પાન તમાકુ ગુટખાનો જથ્થો પકડાયો. ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે તાલુકા પોલીસ મથકના જમાદાર પ્રકાશભાઈ પરમાર, રવિરાજસિંહ વાળા પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ભરતભાઈ જીવાણીના ગુરુકુપા પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતા રૂપિયા 2600નો પાન તમાકુ બીડી નો જથ્થો મળી આવતા જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાંકાનેર પાસે તમાકુ સાથે શખ્સ ઝડપાયો તમાકુ-પાન-મસાલા, ગુટકા પર પ્રતિબંધ યથાવત રહ્યો હોવા છતાં અમુક શખ્સો જાહેરમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફરી કરતા હોવાની જાણ વાંકાનેર પોલીસને મળતા તાલુકા પોલીસે મંગળવારે રાત્રે મહિકા ગામ પાસેથી દેશી તમાકુની હેરાફરી કરનાર ટંકારા પંથકના શખ્સને ૫ કિલો દેશી તમાકુ સાથે ઝડપી લઈ તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે મંગળવારે મોડીરાત્રીના મહીકા ગામે રોડ પર પેટ્રોલીગ દરમિયાન મહિકા રોડ પર પસાર થઈ રહેલા શખ્સને રોકી તલાસી લેતા તેના કબજામાથી તમાકુનો જથ્થો હાથ મળી આવતા પોલીસે અટકાયત કરી પુછપરછ કરતા તમાકુની હેરાફેરી કરનાર શખ્સ ટંકારા તાલુકાના નેસડા-સુરજી ગામનો મહેન્દ્ર દામજીભાઈ ઉકેડીયા હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો