સહાય:ગોંડલના કોલિથડમાં સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય

ગોંડલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મંત્રી વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન

રાજયના શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રાજય સરકારની સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

કોલીથડ સહકારી મંડળી દ્વારા સભ્યો માટે અકસ્માત વીમો, આરોગ્ય સહાય, અંતિમ વિધિ કાર્યમાં સહાય સહિતની અનેક કલ્યાણકારી કામગીરી કરવામાં આવે છે. જેના અનુસંધાને મંત્રીના હસ્તે લાભાર્થી સભ્યોના પરિવારજનોને ચેક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું . મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કોલીથડ ગામે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સ્વ વલ્લભભાઈ પોપટભાઈ પટેલની 32મી પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. મંત્રી મેરજાએ સ્વ. વલ્લભભાઈ પટેલ કૃષિ અને સહકારી ક્ષેત્રે પાયાના પથ્થર તરીકેની ભૂમિકાને વાગોળતા જણાવ્યું હતું કે તેઓ સહકાર ક્ષેત્રમા છોટે સરદાર તરીકે જાણીતા હતા.

હાલની અગ્રણી સહકારી સંસ્થાઓ નાફેડ , ઇફ્કો પ્રીપકો , ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં તેઓની અગ્રીમ ભૂમિકા રહેલી છે. વલ્લભભાઈ માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સર્વે સમાજને સાથે રાખીને લોકોના કલ્યાણ માટે કામગીરી કરવાની ભાવના ધરાવતા હતા. આ કાર્યક્રમમાં કોલીથડ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઇ સાવલીયા, જિલ્લા પંચાયત સદસ્ય સહદેવસિંહ જાડેજ, તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, સભ્યો, અગ્રણીઓ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...