ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહન, શાસ્ત્રોમાં હોલિકા દહનનું ખુબજ મહત્વ દર્શાવ્યું છે. ત્યારે ઠેર-ઠેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે ગોંડલ શહેરની સૌથી મોટી ગણાતી શહેરના તાલુકા શાળાના મેદાનમાં છેલ્લા 71 વર્ષથી દેવપરા ગ્રુપ દ્વારા હોળીનું આયોજન કરવામાં આવે છે. હોળીનું મુહૂર્ત સાચવવા ગોંડલ અને વેજાગામમાં ચાલુ વરસાદે હોળી પ્રગટાવવામાં આવી હતી. લોકો હોળીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અનિડા ગામે દર્શન કરવા આવતા ભક્તોને શરબતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
હોળીમાં 25000 જેટલા છાણાનો ઉપયોગ કરાયો
દેવપરા ગ્રુપના સભ્યો દ્વારા હોલિકા દહનનું 71 વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેમાં 25000 જેટલા છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો. સૌથી મોટી ગણાતી આ હોલિકા દહનના દર્શનાથે ગોંડલ શહેર અને તાલુકાના દરેક સમાજના લોકો અહીં આવી પહોંચ્યા હતા. શ્રીફળ અને ઘૂઘરીનો પ્રસાદ આપવામાં આવે છે.
ગોલ્ડન ગ્રુપ દ્વારા હોલી કે રસિયા ફૂલફાગ મહોત્સવ
ગોંડલ ભોજરાજપરા 24/13 ખાતે ગોલ્ડન ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ હોળીના દિવસે હોલિકા દહન, હોલી કે રસિયા - ફૂલફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી પહોંચ્યા હતા. પોરબંદર સાંસદ, ધારાસભ્ય, રાજકીય આગેવાનો, અગ્રણીઓ, સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.