જાહેરાત:આશાપુરા અને ઉમવાડા બ્રિજની દીવાલમાં કલાત્મક ચિત્રકામ કરાશે

ગોંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અશ્વિન રૈયાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂંક કરાતાં આવકાર. - Divya Bhaskar
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અશ્વિન રૈયાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂંક કરાતાં આવકાર.
  • જ્યાં થોડા વરસાદે પણ પાણી ભરાઇ જાય છેે તે બ્રિજમાં હજુ નાણાં હોમાશે
  • ​​​​​​​વિપક્ષ વિહીન ગોંડલ નગરપાલિકાના બોર્ડમાં 39 એજન્ડાને બહાલી

વિપક્ષ વિહીન ગોંડલ નગરપાલિકાનું જનરલ બોર્ડ પ્રમુખ શીતલબેન કોટડીયાની અધ્યક્ષતામાં પાલિકા કચેરી ખાતે મળ્યું હતું જેમાં 39 એજન્ડાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જેમાં હવે શહેરમાં અનેક વિકાસના કામો હાથ ધરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાલિકાના સદસ્ય અશ્વિનભાઈ રૈયાણીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરાઈ હતી.

સર્વાનુમતે બહાલી કરવામાં આવેલા એજન્ડામાં લાલપુલ, ઉમવાડા તેમજ આશાપુરા અંડરબ્રિજમાં કલાત્મક ચિત્રકામ, નાણાપંચ વર્ષ 21-22 એન્ટાઇડ ગ્રાન્ટ પ્રથમ હપ્તા પેટે રૂપિયા 102.12 લાખની ગ્રાન્ટ gmfb તરફથી ફળવાયેલ હોય અંતર્ગત કામ નક્કી કરાશે, ભગવત પરા ની હરભોલે સોસાયટી નીલકંઠ સોસાયટી રામેશ્વર સોસાયટી તેમજ કૃષ્ણ ભાગના વિસ્તારોમાં નવા બાગ બગીચા બનાવાશે, ટેકનિકલી નવા કર્મચારીઓની ભરતી કરવા સરકારમાં મંજૂરી માંગવામાં આવશે તેવા વિગેરે એજન્ટોને સર્વાનુમતે મંજૂરી મળી હતી આ જનરલ બોર્ડમાં પાલિકાના 44 સદસ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...