ધરપકડ:ગોંડલના કોલીથડ ગામે સરકારી જમીન પર દબાણ કરનારા આરોપીની ધરપકડ

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દાખલ કર્યો હતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો, વધુ શખ્સની સંડોવણી હશે તો ધરપકડનો પોલીસનો નિર્દેશ

ગોંડલ મામલતદાર દ્વારા કલેકટરના આદેશને લઇ પોલીસ કોલીથડ ગામે દબાણ કરનાર એક શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો હોય પોલીસે તાકીદે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર કોલીથડ ગામે રહેતા પ્રકાશભાઈ અશોકભાઈ માંડવીયા દ્વારા જિલ્લા કલેકટરને કોલીથડ ગામે નારણભાઈ પ્રેમજીભાઈ વરિયા દ્વારા સબ ભૂમિ ગોપાલ કી સમજી સરકારી ખરાબાની જમીનમાં ત્રણ રૂમ કિચન આધુનિક બાથરૂમ સાથે છાપરવાડી રિવરફ્રન્ટ હોમ સ્ટે નામે હોટલ ખોલી છેલ્લા બે વર્ષથી ઓનલાઇન બુકિંગ કરી ધંધો કરવામાં આવી રહ્યો હોય અને ગોંડલ મામલતદાર દ્વારા તપાસમાં દબાણ થયાનું ફલિત થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી નારણ પ્રેમજીભાઈ બારિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ દબા ના ગુનામાં હજુ પણ કોઈ વધુ શખ્સોની સંડોવણી હશે તો તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશેે.

અન્ય સમાચારો પણ છે...