તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગોંડલમાં છેડતીના બનાવો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવારા તત્ત્વો સામે લાલ આંખ કરવા કોંગ્રેસની રજૂઆત

ગોંડલમા છેલ્લા ઘણા સમયથી ગુંદાળા ફાટક વિસ્તારની સોસાયટીમાં વહેલી સવારમાં આવારા તત્વો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરી નાસી જાય છે જેમને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગોંડલ શહેર કોંગ્રેસ તથા યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

બીજી તરફ એસ ટી બસ સ્ટેશન ખાતે પણ ઘણા સમયથી પોલીસ કર્મચારીને નોકરી ન સોંપાતા આવારા તત્વો દ્વારા ચોરી, લૂંટફાટ તેમજ છેડતીના બનાવો બનવા પામે છે તે માટે ત્યાં તાત્કાલિક પોલીસ કર્મચારી ફાળવી કડક અમલવારી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા, નાગરિકબેંક ના સદસ્ય અને પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સોજીત્રા, યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, સામાજિક આગેવાન જયસુખભાઈ (ભાણાભાઈ), ચંદુભાઈ ખૂંટ સહિત મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા પોલીસ ઈન્સ્પેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો