પોલીસ દ્વારા લોક દરબાર:ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં SPની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન યોજાયું, લોકોએ પોલીસ કામગીરીની પ્રશંસા કરી

ગોંડલ22 દિવસ પહેલા

ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ DYSP પ્રતિપાલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન યોજાયું હતું. ત્યારબાદ તાલુકાના સરપંચો અને આગેવાનોનો લોક દરબાર પણ યોજયો હતો.

ગોંડલ તાલુકા પોલીસની પ્રશંસા કરવામાં આવી
લોક દરબાર બાદ પોલિસ દરબાર યોજાયો હતો. જેમાં મહિલા પોલીસ, પોલિસ જવાનો, હોમગાર્ડ સહિતના લોકોનો લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં તાલુકા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા SPએ તાલુકા લેવલે પોલીસની કામગીરીના પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું
ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામના સરપંચે પીએસઆઇ ડી.પી.ઝાલા અને સ્ટાફની પ્રશંસા કરી હતી. લોક દરબાર બાદ પોલિસ દરબાર યોજાયો હતો. જેમાં SP જયપાલસિંહ રાઠોડે તાલુકા લેવલે પોલીસની કામગીરી પર કોઈ સવાલ હોઈ તો જણાવા કહ્યું હતું .પરંતુ સૌ કોઈએ ફક્ત પોલીસની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...