ધમકી:અનિડાના શખ્સની ગોંડલના પરિવારને મારી નાખવાની ધમકી

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર દાદાની અંતિમ વિધિમાંથી પરત આવતો હતો ત્યારે બનાવ બન્યો

ગોંડલ નારાયણ નગરમાં રહેતો પરિવાર અનિડા ભાલોડી ગામેથી દાદાની અંતિમ વિધિ પુરી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે એક શખ્સે આડે આવી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના નારાયણ નગર માં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સુમુખ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા વિરલભાઇ રાજેશભાઈ ભાલોડી (ઉંમર વર્ષ 24) અનિડા ભાલોડી ગામેથી દાદા ની અંતિમ વિધિ પૂરી કરી પરિવાર સાથે પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગાડીની અંદર કોઈ જીવાત આવી જતા તેને બહાર કાઢી રહ્યા હતા ત્યારે જયદીપ કાંતિભાઈ બગડા નામના શખ્સે ધોકા જેવા હથિયાર સાથે ધસી આવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ શખ્સે ક્યા કારણોથી અાવી રીતે દાદાગીરી કરવી પડી અને તેમાં કોઇ જૂની અદાવત હતી કે કેમ તે સહિતના કારણોની તપાસ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...