આવેદન:ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખને મારી નાખવાની ધમકી અપાતાં રોષ

ગોંડલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું - Divya Bhaskar
કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું
  • ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો એટલે ધમકી મળી હોવાની પ્રાંતને રજૂઆત
  • જીવ જોખમમાં હોવાનું કહી પોલીસ રક્ષણ ફાળવવાની માગણી કરાઇ

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખને શહેરના ગુંદાળા રોડ પર આંતરીને મારી નાખવાની ધમકી આપતા કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપી પોલીસ રક્ષણની માગ કરી હતી. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયાને ગુંદાળા રોડ પર આંતરી જાનથી મારી નાંખવાની ધમકીના પગલે શહેર તાલુકા કોંગ્રેસમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો હતો. બનાવના પગલે કોંગ્રેસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને શહેર કોંગ્રેસ પ્રમુખ અને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી હતી.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મંત્રી પ્રીતિબા વિક્રમસિંહ જાડેજા, ક્રિષ્નાબેન તન્ના, દિનેશભાઇ પાતર, ધર્મેશભાઈ બૂટાણી સહિતનાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આશિષભાઈ કુંજડિયાને અપાયેલી ધમકીની ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે ગોંડલ તાલુકા અને શહે૨માં બેફામ ગે૨૨ીતિ ચાલી રહી છે.

વિદેશી અને દેશી દારૂનું વેચાણ તેમજ બનાવટી ડીઝલનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિઓની સામે સામે અવાજ ઉઠાવના૨, ભ્રષ્ટ્રાચા૨ો સામે રાઈટ ટુ ઈન્ફોર્મેશન મુજબ માહિતી માંગનારાઓને ધમકી આપવામાં આવી રહી છે તેઓના જીવને જોખમ વધી રહ્યું છે તો યોગ્ય પગલા લેવામાં આવે અને આશિષભાઈ ને પોલીસ પ્રોટેક્શન ફાળવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...