તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર રીબડા ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઇક ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
રીબડા ગામે રહેતા દેવજીભાઈ કમાભાઈ ચાવડા નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે દોડી આવી રહેલા મોટર સાયકલ GJ03LH9217 ના ચાલકે અડફેટે લેતા દેવજી ભાઈ ગંભીર રીતે ઘવાતાં તેમનું મોત નિપજયું હતું. તેમના પુત્ર પ્રવીણભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ipc કલમ 279 337 338 304 તથા એમ.વી એકટ કલમ 177 184 133 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ હાઇવેને ફોર લેન બનાવાયો હોવા છતા બેહિસાબ ઝડપે દોડતા વાહનો જીવલેણ અકસ્માતો સર્જે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.