ઇલેક્શન નહીં, સિલેક્શન:ગોંડલ યાર્ડની ચૂંટણીમાં સમરસતાનો માહોલ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તથા રાજકોટ યાર્ડની 13 ઓક્ટોબરે ચુંટણી થશે ત્યારે રાજકોટ યાર્ડમાં સતાધારી ભાજપનાં બે જૂથની રસ્સા ખેંચ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ ગોંડલ યાર્ડમાં ચુંટણી પુર્વેનો માહોલ સમરસ જણાઇ રહ્યો છે.

ગોંડલ યાર્ડ 3 દાયકાથી ભાજપ હસ્તક છે. ત્યારે આગામી ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહે અને’ ઇલેકશન નહીં પણ સિલેક્શન’ની થીયરી અખત્યાર બને તેવાં સંજોગો દેખાઇ છે. ગોંડલ યાર્ડ માં 1741 પૈકી 616 ખેડુત,1051વેપારી તથાં 74 તેલીબિયાં વિભાગમાં મતદારો છે.યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ના નેતૃત્વમાં પાછલાં વર્ષોમાં પ્રગતી કરી છે.મરચાં,ડુંગળીનાં અલગ વિભાગ માટે 35 કરોડ નાં ખર્ચે જમીન ખરીદી, માર્કેટ શેષ ફીની અસરકારક વસુલાત, ખેડૂતો માટે વિમા પોલીસી, શેડનાં રિનોવેશન, સીસી રોડ, કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ, સીસીટીવી કેમેરા અને નવાં શોપીંગ સેન્ટરો સહિતનાં આયોજનોએ યાર્ડને સજ્જ કરાયું હોય પારદર્શક વહીવટ સાથે ખેડૂતો અને વેપારી આલમનાં ખુશહાલ માહોલ વચ્ચે વિપક્ષ કે વિરોધને અવકાશ ના હોય બેઠી ચુંટણી દ્વારા હોદ્દેદારો પસંદ કરાય તો નવાઇ નહીં!

અન્ય સમાચારો પણ છે...