કલાત્મક:રાજકોટના કલાકાર ધૂળમાંથી સર્જે છે કલાત્મક પેઇન્ટિંગ

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાકાર 15 વર્ષથી બનાવે છે રેતી ચિત્ર

નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોના મોઢે જીવન ધૂળધાણી થઇ ગયું એવું ઘણી વાર સાંભળવા મળતું હોય છે, પરંતુ અહીં વાત એવા કલાકારની કરવાની છે કે જેઓ ચપટી ધૂળમાંથી જ અદભૂત રેતચિત્ર બનાવી જાણે છે.રાજકોટના બટુકભાઈ વિરડિયા અગાઉ કન્સ્ટ્રક્શન કાર્ય સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત જીવન જીવી પૂર્ણ સમય સેન્ડ આર્ટ પાછળ વિતાવી રહ્યા છે. આ વ્યક્તિ કોઈ જ રંગના ઉપયોગ વગર રંગીન રેતી ચિત્રો બનાવે છે. એમણે અત્યાર સુધીમાં ૨૦૦થી વધારે ચિત્રો બનાવ્યાં છે.

૧૫ વર્ષથી સેન્ડ આર્ટ કરતા બટુકભાઈ કહે છે કે વ્યવસાયમાં દરરોજ તો રેતી સાથે નાતો હતો એટલે સેન્ડ આર્ટમાં હાથ અજમાવ્યો.તેઓ આજે કોઈ પણ શહેરમાં જાય કે રસ્તા પર એમને કોઈ જગ્યાએ રેતી દેખાય તો એ ખોબો ભરીને પોતાની સાથે લઈ આવે છે.

દરેક શહેરની રેતીની એક વિશેષતા છે, જેમ કે પોરબંદર નજીકના રાણાવાવની રેતી ગોલ્ડ તથા અલાહાબાદ ત્રિવેણી સંગમ, સોમનાથ, દ્વારિકાની રેતી સહિત સફેદ, કાળી, પીળી, લાલ કે ગ્રે એમ અનેક પ્રકારની રેતીનો ઉપયોગ કરે છે અને જો કોઈ જગ્યાએ અલગ પ્રકારનો પથ્થર મળી આવે તો એનો ભુક્કો કરીને એમાંથી પણ રેતી બનાવી ઉપયોગ કરે છે.

એમણે કુદરતી રેતીનો ઉપયોગ કરીને સ્વામી વિવેકાનંદ, પ્રમુખસ્વામી મહારાજ, મહાત્મા ગાંધી, ઓશો, ભગવાન શિવ, સરદાર વલ્લભભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી વગેરેના પોર્ટેટ બનાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...