સમજૂતી કરાર કરી દુષ્કર્મ ગુજાર્યો:ગોંડલમાં યુવતી સાથે સમજૂતી કરાર કરી લગ્નની ખાતરી આપી; પછીથી ફરી જતાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપી જેલ હવાલે

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

દેશભરમાં મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે ગોંડલના આવાસ કવાટરમાં રહેતા શખ્સે સમજૂતી કરાર કરી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી જેલ હવાલે થવા પામ્યો છે.

લગ્નની ખાતરી આપ્યા બાદ આરોપી ફરી ગયો
યુવતી કે મહિલાઓ સાથે દુષ્કર્મ તો ઠીક બદસલુકી પણ ન થવી જોઈએ તેના માટે ત્વરિત અને કડકમાં કડક સજા થવી જોઈએ, તે દેશની સમગ્ર જનતાની માંગ હોય છે, પરંતુ ઘણી ઘટનાઓમાં કંઈ કાચું તો વેતરાઈ જતું નથી તે પણ તપાસનો વિષય બની જતો હોય છે. ગોંડલના આવાસ ક્વાટરમાં એક શખ્સે યુવતી સાથે સમજૂતી કરાર કરી શરીર સંબંધ બાંધ્યા, બાદમાં લગ્નની ના કહી દેતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 376(2)(N) 323, 312, તથા એટ્રોસીટી એકટ કલમ 3 (1)(S)(SW),3(2)(5),3(2)(5-A) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...