પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો:ગોંડલની ગુંદાળા ચોકડી પાસે 2 દિવસ પહેલા રાત્રીના સમયે અકસ્માત સર્જાયો; યુવાનનું સારવાર દરમિયાન મોત

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પહેલા રાત્રીના એક્ટિવા અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા સવાર રવિ વાજાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંતે તે મૃત્યુ પામતાં ઘરનો આધાર સ્તંભ ગુમાવતાં પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પરિવારના સભ્યોમાં આક્રંદ છવાયો
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પહેલા રાત્રીના એક્ટિવા અને હોન્ડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા સવાર રવિ જેન્તી વાજા (ઉ.વ. 34)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટરે યુવાન બચી શકે તેમ ન હોવાનું કહીને ઘરે લઈ જવાનું કહેતાં પરિવારના સભ્યોમાં આક્રંદ છવાયો હતો.

ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો
ICU એમ્બ્યુલન્સ મારફતે યુવાનને ઘરે લઈ જતી વેળાએ જ યુવાનની તબિયત વધુ બગડતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે લઈ જતાં હોસ્પિટલના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક યુવાન મોવિયા ગોવિંદનગર બસસ્ટેન્ડ પાસે રહેતો હતો પરિવારમાં બે ભાઈઓમાં મોટો હતો.

પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
મુખી પંપ પાસે ટીનીંગનો વ્યવસાય કરતો હતો અને પરિવારનો આધાર સ્તંભ હતો. યુવાનના 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતાં અને 4 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતાં અને આશાસ્પદ યુવાનનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...