અકસ્માતમાં સમગ્ર પરિવાર ઈજાગ્રસ્ત:ગોંડલમાં ત્રણ ખૂણીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો; 4 લોકોને ઇજા થતાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે, ત્યારે બજારમાં તો ભીડ એકઠી થઈ રહી છે. તેમાં ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જેતપુર રોડ ઉપર ત્રણ ખુણીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક ચાલક પ્રકાશભાઈ ગોહિલ અને તેમના પત્ની નિશાબેન અને બે બાળકો તન્વીર ગોહિલ અને રાજવીર ગોહિલને ઈજા પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર માટે નજીકની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલક પ્રકાશભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પરિવાર ખરીદી કરવા ગોંડલ આવ્યો હતો
પરિવાર ગોંડલ તાલુકાના ચોરડી ગામથી ખરીદી કરવા માટે ગોંડલ આવ્યો હતો. આ દરમ્યાન જેતપુર રોડ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર ભારે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. છેલ્લા બેથી પાંચ વર્ષોમાં જ અનેક લોકો અક્સ્માતનો ભોગ બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...