નિર્ણય:મોવિયામાં 3 કરોડના ખર્ચે 11 કિમીની લાઇન નખાશે

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના મોવિયા ગામે પીવાનું પાણી પુરી પાડતી ભાદર ડેમ થી મોવિયા ગામ સુધીની 11 કિમી પાણીની પાઈપલાઈન અતિ જર્જરિત થઈ ગયેલ હોય વારંવાર ક્ષતિના કારણે પાણી પુરવઠો ખોરવાતા તો હોય ગામના સરપંચ વાઘજીભાઈ પડારીયા દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિભાઈ ઢોલ ને રજૂઆત કરાતા રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા દ્વારા ૨૦૦ એમ.એમ.ની માટે રૂપિયા ત્રણ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી આપવામાં આવતાં આગામી દિવસોમાં કામ હાથ ધરવામાં આવનાર છે જેના પરિણામે મોવિયા ગામનો પાણીપ્રશ્ન હલ થનાર હોઇ ગ્રામજનોમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દાયકા પહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા આ 11 કિમી ની પાઈપ લાઈન મંજુર કરાવી આપવામાં આવી હતી યોગાનુયોગ આ વખતે પણ તેઓ દ્વારા ફરી રજૂઆત કરી પાઇપલાઇન મંજૂર કરી અપાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...