ક્રાઇમ:ગોંડલમાં આવેલા ગેરેજમાંથી દારૂ ઝડપાયો

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ ચોક પાસેના પંચનાથ પ્લોટમાં આવેલા ગેરેજમાં દરોડા, દારૂની 24 બોટલ કબ્જે

ગોંડલ પંચનાથ પ્લોટમાં આવેલા ગેરેજમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન જમાદાર જયસુખભાઇ ગરાંભડીયાને મળેલી બાતમી આધારે ગોડલ કોલેજ ચોક પાસે પંચનાથ પ્લોટમા આવેલા ડાભી મોટર ગેરેજમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલ નંગ-૨૪ કી.રૂ.૭૨૦૦/- નો મળી આવતા કનક ભાણાભાઇ ડાભી (ઉ.વ.૫૯ ધંધો-ગેરેજ કામ રહે.રેલ્વે સ્ટેશન સામે સેલ કુંજ ગોડલ) વાળાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...