તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણવાની ઉંમરે પરિશ્રમ:કોરોનામાં પિતાને ગુમાવ્યા બાદ ગોંડલના કિશોરનો ઘરનું ગુજરાન ચલાવવા દિવસનો 17 કલાકનો જંગ

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અભ્યાસના અરમાન અભેરાઇએ ચડાવી પાર્થ કારાણીએ નાની ઉંમરમાં જ પરિવારની જવાબદારી ઉઠાવવાનું ચડાવ્યું બાણ. - Divya Bhaskar
અભ્યાસના અરમાન અભેરાઇએ ચડાવી પાર્થ કારાણીએ નાની ઉંમરમાં જ પરિવારની જવાબદારી ઉઠાવવાનું ચડાવ્યું બાણ.
  • પિતાની મ્યુકરમાયકોસિસની સારવાર માટે હોસ્પિટલનું અઢી લાખનું બિલ ચૂકવાતાં ઘર ખાલી થયું

“ગીતામાં કૃષ્ણ ભગવાને બહુ જ મોટી વાત કહી છે તમે જો ધર્મ કરશો તો ઈશ્વર પાસે માંગવું પડશે પરંતુ તમે કર્મ કરશો તો ઈશ્વરને તમને આપવું પડશે” આવા સુવાક્યને લક્ષ્યમાં રાખી ગોંડલનો માત્ર 17 વર્ષનો કિશોર પાર્થ અમૃતભાઈ કારાણી ઘર ગુજરાન અને બે બહેનોના પરિવારની સારસંભાળ માટે કર્મના કામે લાગી ગયો છે.

ગોંડલના જેલ ચોક ખાતે પટેલ મસાલા ઢોસાની રેંકડી ચલાવતા મૂળ જૂનાગઢના અને છેલ્લા એક વર્ષથી ગોંડલ સ્થાયી થયેલા અમૃતભાઈ ગોરધનભાઈ કારાણી (ઉં.વ.48) કોરોનાની બીજી લહેરમાં વેે‌ક્સિન લીધા બાદ કોરોના, ફંગસ મ્યુકરમાયકોસિસનો શિકાર થતાં પરિવાર ઉપર સંકટનાં વાદળો ઘેરાયા હતા કુદરતને એટલેથી સંતોષ થયો ન હોય ઈશ્વરે કઠણ કાળજાના બની કારાણી પરિવાર પાસેથી અમૃતભાઈને છીનવી લેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો, અને સમગ્ર પરિવાર ની જવાબદારી માત્રને માત્ર સત્તર વર્ષના એકના એક પુત્ર પાર્થ પર આવી જવા પામી હતી.

પાર્થના પણ નામ તેવા જ ગુણ એક યોદ્ધાની જેમ જવાબદારી ખંભે લઈ કામે લાગી ગયો. સવારના છ વાગે દુકાને આવી જાય, બટેટા બાફવાથી લઈ સંભાર સહિતની સમગ્ર તૈયારીઓ કરી લે છે. ગ્રાહકોને સવારમાં ગરમાગરમ ઈડલી, મેંદુવડા, ઢોસા સહિતનો નાસ્તો આપે છે. આ સમગ્ર સિલસિલો રાત્રિના 10 થી 11 વાગ્યા સુધી સતત અવિરત ચાલ્યા કરે છે તેના મોઢા પર થાક નથી કારણ કે દુકાનનું ભાડું 10000, ઘરનું ભાડું 4000, બે બહેન અને માતા સહિતના પરિવારનો ખર્ચ અને દુકાનના બે-ત્રણ કર્મચારીના પગાર ચૂકવવાની રકમ સતત નજરમાં ઘૂમ્યા કરે છે.

ભણવાની ઇચ્છા પરંતુ વ્યવસાયને પ્રાથમિકતા
પાર્થને ભણવાની તો ઈચ્છા છે પણ ભણવા માટે પૈસા અને સમય જોઈએ જો ભણવા બેસે તો વ્યવસાયના કરી શકે બે મોટી બહેને પણ અભ્યાસનો ત્યાગ કર્યો છે હાલ નાની ઉંમરે ઘરનો મોભી બની પાર્થ ઝઝૂમી રહ્યો છે, કોરોના અને લોકડાઉનના સમયમાં પિતાની સાથે ક્યારેક-ક્યારેક દુકાને આવતો અને મદદ કરતા કરતા ઢોસા સહિતની સામગ્રી બનાવતા શીખી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...