ગોંડલમાં મેઘરાજાની પધરામણી:લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, શહેરમાં 16 મિમી અને વાસાવડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

ગોંડલ6 દિવસ પહેલા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. ગોંડલ પંથકમાં લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.

વાસાવડ ગામે એક કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો
ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી, હડમતાળા, મોવિયા, કેસવાળા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તાલુકાના વાસાવડ ગામે એક કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ નોંધાઇ ચુક્યો છે. તાલુકાના રાવણા, પાટખિલોરી, ધરાળા, દેરડી(કુંભાજી) સહિતના ગામોમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. ગોંડલ શહેરની મુખ્ય ગણાતી નાની બજારમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. મુખ્ય ખરીદી કેન્દ્ર ગણાતી ગુંદાળા શેરી અને ગુંદાળા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...