તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોંડલમાં રિક્ષામાં સળિયા ભરીને નીકળેલા ચાલક સામે કાર્યવાહી

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના મુખ્ય રાજમાર્ગો ટ્રાફિક સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે અત્રેના ઘોઘાવદર ચોક ખાતે મોવિયા ગામે ખોડિયાર મંદિર પાછળ રહેતા રતિભાઈ રવજીભાઈ રાદડિયા પોતાની છકડો રીક્ષામાં માનવ જિંદગી જોખમમાં આવે તે રીતે લોખંડના સળીયા ભરીને નીકળતા એ.એસ.આઇ લાભુભાઈ સોઢાતર, દશરથસિંહ વાઘેલા, વિપુલભાઈ નિમાવત સહિતનાઓએ અટકાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘોઘાવદર ચોક, મોવિયા ચોક, પાંજરાપોળ, સરકારી દવાખાના ચોક, ગુંદાળા ચોકડી સહિતના વિસ્તારોમાં છકડો અને ઓટો રીક્ષામાં માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચીજવસ્તુઓ ભરવામાં આવી રહી હોય સાથોસાથ પેસેન્જરોને પણ વ્યાપક પ્રમાણમાં બેસાડવામાં આવતા હોય ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...