રાજકોટ એલસીબી પોલીસે બાતમીના આધારે વિજય ઊર્ફે ભગુ ગુણાભાઈ પરમાર ઉંમર વર્ષ 24 મૂળ રહેવાસી જેતપુર વાળાને ગોંડલ સેન્ટ્રલ ટોકીઝ પાસેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત આરોપી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પ્રોહિબિશનના ગુનામાં હતો અને કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો એલસીબી પોલીસના પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, મહેશભાઈ જાની, કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી, પ્રહલાદ સિંહ રાઠોડ, સહિતનાએ બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે અન્ય એક બનાવમાં શાપર-વેરાવળમાં કારના સાઇલેન્સરમાંથી કેથલીક કન્વર્ટરની ચોરી કરી સાનુ સમસાદ તોમર ઉંમર વર્ષ 22 રહે નરુપરા કટકા યુપી તેમજ સિકંદર અફલાતૂન ભાઈ અલી મોહમ્મદ તોમર ઉંમર વર્ષ 21 રહે નરૂપરા યુપી વાળાઓ તેમાંથી મિશ્ર ધાતુ મેળવી તેની પ્રોસેસ કરી તેમાંથી પ્લેટિનિયમ, પેલેડિયમ તથા રેડિયમ જેવી ધાતુઓ અલગ કરી બજારમાં ઊંચા ભાવે વેચતા હોય એલસીબી પોલીસે રૂ.76500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.