કોર્ટનો નિર્ણય:લોધિકા પંથકની બાળા સાથે દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની કેદની સજા

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીનું જીવન દુષ્કર કરી દેનાર શખ્સને સેશન્સ કોર્ટની લપડાક

લોધીકા તાલુકાના ચીભડા પંથકમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ લાલજી હીરાભાઇ ખીમસુરીયાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી. લોધીકા તાલુકાના ચીભડા પંથકમાં રહેતી સગીર બાળકી ગઇ તા. ૧૭-૮-૧૯ ના રોજ બપોરે પોતાના મોટા બાપુના ઘરે રમતી હતી, ત્યારે આ કામના આરોપી લાલજી હીરાભાઇ ખીમસુરીયા બાળકી સાથે ખરાબ કામ અને બળજબરી કરતો હતો ત્યારબાદ બાળકીએ રાડારાડી કરતા તેની માતા બનાવ સ્થળ પર આવી જતા આરોપી તેની માતાને જોઇ ભાગી ગયો હતો, બાદમાં માતાએ પોતાની બાળકી સાથે થયેલા દુષ્કર્મ થયાની ફરિયાદ આરોપી લાલજી હીરાભાઇ ખીમસુરીયા સામે લોધીકા પોલીસ સ્ટેશનમાં આપી હતી અને પોલીસે ભારતીય દંડ સહિતાની કલમ ૩૭૬, તથા પોકસો એકટની કલમ ૩, ૪, ૪૨, મુજબનો ગુનો દાખલ કર્યો હતો.ત્યારબાદ પોલીસે આરોપી લાલજી હીરાભાઇ ખીમસુરીયાની ધરપકડ કરી હતી.

આ કામના આરોપી સામે સદર ગંભીર ગુનાનું ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ હતો . પોકસો અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની માતાની જુબાની, તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરનાર પીએસઆઇ એચ એમ ધાંધલની જુબાનીને ગ્રાહ્ય રાખી આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી છે.

અન્ય સમાચારો પણ છે...