નાસતો-ફરતો આરોપી પોલીસ સકંજામા:ગોંડલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી ઝડપાયો; બાતમી આધારે મોરબીમાંથી આરોપીને ઝડપી પાડ્યો

ગોંડલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયગાળામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લઈ પાંસા હેઠળ જેલમાં ધકેલવા સૂચના આપેલી છે. ત્યારે રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા એક આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
રાજકોટ રૂરલ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ, ડી.જી. બડવા, હેડ કોન્સ્ટેબલ રવિદેવ બારડ, પ્રકાશ પરમાર, નેમીષ મહેતાઓએ બાતમીનાં આધારે મોરબી જીલ્લાના રામપર પાડાબેકર ગામેથી ગોંડલ તાલુકાના એક આરોપીને ઝડપી પાડ્યો છે. જે આરોપી 65એઈ, 116બી, 81,98(2) મુજબના ગુનામાં નાસતા-ફરતા (લીસ્ટેડ) આરોપી કૌશિક દિનેશ ગાંગાણી ઉવ. 20, ધંધો ખેતી રહે. શ્રદ્ધા સોસાયટી, શેરી નંબર 5, નેહરુનગર મેઇન રોડ, શ્યામ બેકરી રાજકોટ મુળ ગામ રામપર, પાડાબેકર તા. જી. મોરબી વાળાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...