અકસ્માત:ગોંડલ ઉગમ સર્કલ પાસે અકસ્માત, આધેડનું મોત

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ ઉગમ સર્કલ પાસે ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા પાછળ બાઇક ઘુસી જતા ઘોઘાવદર ના આધેડનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટના અંગે સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા મનસુખ ભાઈ રુખડભાઈ જીંજરિયા પોતાનું હીરો હોન્ડા બાઈક GJ0LL 4708 ઉપર ઘોઘાવદર થી ગોંડલ શાકભાજી ખરીદી માટે આવી રહ્યા હતા

ત્યારે સવારે 11 વાગ્યાના સુમારે ઘોઘાવદર ચોક ઉગમ સર્કલ પાસે અચાનક GJ03Y 8876 ના ટ્રક ચાલકે વળાંક લેતા ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં મનસુખભાઈ ગંભીર રીતે ઘવાતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું અકસ્માતની ઘટના અંગે મનસુખભાઈ ના પુત્ર અર્જુનભાઈ એ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279 304 એમ.વી.એક્ટ 184 177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...