અકસ્માત:મોવિયા-ગોંડલ રોડ પર બસ અને બાઈક વચ્ચે અકસ્માત

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ-ધારી રૂટની એસટી બસને નડ્યો અકસ્માત
  • 3 વ્યક્તિને ગંભીર ઇજા
  • સારવારમાં ખસેડાયા

મોવિયા-ગોંડલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ-ધારી રૂટની બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈકમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં મુકેશ રમેશ પુરબિયા, મોહિત અને ઉમાબેનનો સમાવેશ થાય છે. અકસ્માતના તુરંત બાદ રસ્તા પરથી પસાર થતાં મામલતદાર ભરતસિંહ ચુડાસમાએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામને સારવાર અર્થે ખસેડ્યાં છે. અને બાદમાં રાજકોટમાં રીફર કરાયા હતા. બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...