અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગોંડલની ભાગોળે આવેલા સુરેશ્વર ચોકડીએ ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં બે બોલેરો, એક ઇનોવા અને એક રીક્ષામાં મોટા પ્રમાણમાં ભાંગતૂટ થઈ
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે છાશવારે રક્ત રંગીત બનતો રહેતો હોય છે. ત્યારે શહેરની ભગોડે આવેલા સુરેશ્વર ચોકડીએ બે બોલેરો એક ઇનોવા અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે ઘાયલોની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓ અનિતા નવલાભાઈ બથવાર, લલિતા રમેશભાઈ ભીલ, બંસી પ્રેમાભાઈ બગથરીયાને ઈજા પહોંચતા પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાઇ જવા પામ્યો હતો. તાકીદે પોલીસે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત્ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.