સાધારણ સભા યોજાઇ:સહકારી પ્રવૃત્તિની મદદથી ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસને વેગ

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ સહકારી મંડળી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા યોજાઇ
  • સંઘનો નફો 21 લાખ, સભાસદો માટે 15 ટકા ડિવિડન્ડની જાહેરાત

ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. ની 71 મી વાર્ષિક સાધારણ સભા ગોંડલ યાર્ડના સભાગૃહમાં પ્રમુખ કુરજીભાઈ ભાલાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ 2021-22નો નફો રૂ.21 લાખ કર્યો છે. મંડળીએ સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સાધારણ સભામાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. ના પ્રમુખ મગનભાઈ ઘોણીયાએ જણાવ્યું હતું કે સહકારી પ્રવૃત્તિથી ખેડૂતોના આર્થિક સામાજિક ક્ષેત્રે વિકાસ થયો છે. રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ ખુબ જ સારી ચાલી રહી છે. તેના પાયામાં સ્વ. વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠલભાઈ રાદડિયાનો ફાળો છે.

યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડ શેષની આવક ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે અને આર્થિક ક્ષેત્રે વિકાસ સારો કર્યો છે, તેમાં ખેડૂતોનો ખુબ જ સહયોગ રહ્યો છે, પોતાના ખેત ઉત્પાદનની જણસીઓ તેઓ ગોંડલ યાર્ડમાં વેચવા મૂકે છે, આજુબાજુના તાલુકાના ખેડૂતો આપણા યાર્ડમાં માલ વેચવા આવે છે અને તેનાથી આવક વધી છે.

સાચો તોલ અને રોકડા નાણાં અહીં મળે છે. આ સાધારણ સભામાં તાલુકા ભરની સંઘ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓના પ્રતિનિધિઓ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાધારણ સભાના તમામ એજન્ડા સર્વાનુમતે માન્ય રાખી બહાલી આપી હતી. સંઘ તરફથી તાલુકાની સહકારી મંડળીમાં 15 વર્ષથી વધુ સમય સળંગ પ્રમુખ તરીકે ચાલુ રહેલ તેવા કોલીથડ મંડળીના રમેશભાઈ સાવલિયા, આંબરડી મંડળીના કે. પી. રામોલીયા, વિઠલભાઈ રાદડિયા મંડળી, ગોંડલના જગદીશભાઈ સટોડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...