યુવકનું મોત:રામોદ પાસે બાઇક સ્લિપ થતાં ઘોઘાવદરના યુવકનું મોત

ગોંડલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથામાં થયેલી ગંભીર ઇજા જીવ લેતી ગઇ
  • આધારસ્તંભ ચાલ્યો જતાં પરિવાર નોધારો

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા યુવાન રામોદ તરફ પોતાના કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે રસ્તાના વળાંક ઉપર સ્પીડ બ્રેકર પાસે તેમનું બાઇક સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવક પરિવારનો આધાર સ્તંભ હતો અને મોભી જ અચાનક મોટા ગામતરે ચાલી નિકળતાં શોકનું વાતાવરણ સર્જાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર ગામે રહેતા અને કારની લે વેચનો વ્યવસાય કરતા પિયુષભાઈ રમેશભાઈ ધડુક રવિવારે સાંજના રામોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે રામોદ ગામના વળાંક પાસે આવેલા સ્પીડબેકર નજીક તેમનું બાઇક કોઇ કારણોસર અચાનક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું હેમરેજ થઈ જતા મોત નીપજ્યું હતું.

થોડા સમય પહેલાં જ તેમના પિતાનું નિધન થયું હતું. એકના એક પુત્ર હતા અને આધાર સ્તંભ સમાન હતા. હાલ પરિવારમાં દાદા દાદી માતા અને પત્ની જ રહ્યા છે જ્યારે બે બહેનો સાસરે હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...