ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે આવેલા સરવેલ હાઉસ હોલ્ડ એપલાઈન્સીસ નામના કારખાનામાં કામ કરતાં કર્મચારીએ કારખાનાની ઓરડીમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ.
ગોંડલ તાલુકાના ભરૂડી ગામ પાસે આવેલા સરવેલ હાઉસ હોલ્ડ એપલાઈન્સીસ નામના કારખાનામાં કામ કરતા ચિરાગ દિનેશભાઇ પરમાર (ઉ.વ. 23, રહે. ખજૂડા) નામના યુવાને કારખાનામાં આવેલા ઓરડીમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મૃતક યુવાન છેલ્લા 1 વર્ષથી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. યુવાનના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને પરિવારમાં માતા-પિતા એક મોટા બહેન, યુવાનના પિતા છૂટક મજૂરી કામ કરે છે. આશરે 3થી 4 વર્ષ પહેલાં યુવાનના નાના ભાઈનું પણ આકસ્મિક મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.