રાજકોટ રૂરલ એલસીબી તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમે હત્યામાં સામેલ બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે. જે બાદ પૂછતાછ હાથ ધરી મૃતક મુના રામપ્રવેશ યાદવને બાજુમાં રહેતી પરપ્રાંતીય મહિલા સાથે સંબંધ હોવાથી મહિલાના પતિ સહિત બે શખ્સો ઢીમઢાળી દીધું હતુ.
પોલીસે બે શખ્સોને દબોચી લઇ પૂછતાછ હાથ ધરી
આ બનાવ અંગે મૃતકના ભાઇ મનુ યાદવએ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હત્યાના ગુનોં દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, પીએસઆઇ બડવા તથા ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.એચ.ઝાલાની ટીમે બિહારી યુવાનની હત્યામાં સામેલ બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ પૂછતાછ હાથ ધરી છે.
મૃતકના પરપ્રાંતીય મહિલા સાથે આડાસંબંધ હતા
પોલીસે તપાસ રહસ્ય ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મુના યાદવ પરિણીત છે અને તેની પત્ની પિયરે છે. મૃતક મુના યાદવને બાજુમાં જ રહેતી પરપ્રાંતીય મહિલા સાથે આડાસંબંધ હોવાથી મહિલાના પતિને જાણ થતાં પતિ સહિત બે શખસોએ મુના યાદવને છરી ઝીંકી ઢીમઢાળી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.