અકસ્માત:જામવાડી પાસે પલટી મારેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાનનું મોત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં બેઠેલા મિતલેષભાઈને ગંભીર ઇજા, રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા હતા

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ હાઇવે પરના જામવાડી ગામ પાસે પરોઢિયે પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યુ હતુ. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ હાઇવે પરના જામવાડી ગામ પાસે પરોઢિયે પલ્ટી મારેલા ટેન્કર પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના ગુંદવાડીમાં રહેતા રઘુવંશી યુવાન રાહુલભાઈ કમલેશભાઈ વસાણી(ઉ.વ. આશરે 23)નું મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર મિતલેષભાઈ પરેશભાઈને ગંભીર ઇજા થતાં પ્રાથમિક ગોંડલ સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.બનાવની જાણ થતાં હાઇવે રૂટ પેટ્રોલિંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, સોયબભાઈ, વિજયભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસને પણ જાણ કરાઈ હતી. રાહુલભાઈ અને મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી બન્નેને રાજકોટ સિવિલમાં રીફર કરાતા તબીબોએ રાહુલભાઈને મૃત જાહેર કર્યા છે.

જ્યારે મિતલેષભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા છે. રાત્રે સિમેન્ટ- કોન્ક્રીટનું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેથી કોઇ અકસ્માત ન સર્જાય તે માટે ત્યાં બેરીકેટ મુકાયા હતા. પરંતુ વહેલી સવારે કાર ચાલકનું રોડ પર પલ્ટી મારેલા ટેન્કર પર ધ્યાન ન પડતા અકસ્માત સર્જાયો હતો. મૃતક રાહુલભાઈ કાપડનો હોલસેલનો વ્યવસાય કરતા હતા. તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...