દુર્ઘટના:ગોમટા નજીક થાંભલા સાથે કાર અથડાતા યુવાનનું મોત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીથી પરત આવતા હતા ત્યારે કાળ ભેટ્યો

ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી નેશનલ હાઇવે ચોકડી વચ્ચે કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઇને પલટી ખાઇ જતા કાર ચાલક યુવાનનુ માથામાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ ગોમટાના અને હાલ ગોંડલના ગુણાતિત નગરમાં રહેતા અમીતભાઇ અમૃતભાઇ પાંચાણી ઉ.35 ગોમટાની સીમમાં આવેલી પોતાની વાડીએથી કાર નં.જીજે 01-આરજે 3811 લઇ ગોંડલ આવી રહ્યા હતા.

ત્યારે ગોમટાથી નેશનલ હાઇવે પર આવેલી ગોમટા ચોકડી વચ્ચે શ્રી કોટેક્ષ કારખાના પાસે થાંભલા સાથે કાર અથડાતા અને પલટી ખાઇ જતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક અમીતભાઇનુ ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતુ. અમીતભાઇ બે ભાઇઓના સંયુક્ત પરિવારમાં મોટા હતા.અને પરિણીત હતા અને માર્કેટ યાર્ડમા વેપાર કરતા હતા.બનાવના પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસના પ્રણવભાઇ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...