હુમલો:ગોંડલના વાસાવડ ગામે યુવાન પર પાઇપથી હુમલો

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડામાં સમજાવવા ગયો ને માર પડ્યો
  • ​​​​​​​યુવાને હાલમાં હેમરેજની સારવાર લીધી’તી

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા પ્રવિણભાઇ છગનભાઈ મકવાણા ઉપર કિશોર મોહનભાઈ મયાત્રા નામના શખ્સે પ્લાસ્ટિક ના પાઇપ વડે માર મારી જીવલેણ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ 307 323 504 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમના કાકા અન્ય શખ્સ સાથે ઝઘડો કરી રહ્યા હતા તેમને યુવાન સમજાવવા ગયો અને કારણ વગરની ઉપાધિ વહોરવી પડી હતી.

હુમલાના બનાવ અંગેની ફરિયાદ રમેશભાઈ છગનભાઈ મકવાણા દ્વારા તાલુકા પોલીસમાં નોંધાવવામાં આવી હતી અને જેમાં જણાવ્યું હતું કે તેમના કાકા જીતુભાઈ અને કિશોર મોહન મયાત્રા હનુમાનજીના મંદિર પાસે ઝઘડો કરી રહ્યા હોય પ્રવીણભાઈ ત્યાંથી પસાર થતા બંનેને ઝગડો ન કરવા જણાવતા આરોપી કિશોર મયાત્રા ને સારું ન લાગતાં પ્લાસ્ટિકના પાઇપ વડે પ્રવીણભાઈ પર તૂટી પડ્યો હતો અને તે ગંભીર રીતે ઘવાતા ગોંડલ રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

પ્રવીણભાઈ થોડા સમય પહેલાં જ વરસાદમાં લપસીને પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું અને તાજેતરમાં હોસ્પિટલમાંથી સારવાર લઇ ઘરે આવ્યા હતા ત્યાં ફરી માથામાં હુમલાના કારણે ઇજા થતા ગંભીર હાલત થઈ જવા પામી હતી. પારકા ઝઘડાને ઠારવા જતાં ફરી યુવાનને પીડા ભોગવવાનો વારો આવ્યો હતો. આ મામલો પોલીસ મથકે પહોંચતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...