અચાનક જ યુવક નદીમાં પડ્યો:ગોંડલ પાંજરાપોળના પુલ પરથી એક યુવક નદીમાં ખાબક્યો, લોકોના ટોળે ટોળા ઉમટ્યા, 108ની ટીમે બહાર કાઢ્યો

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ પાંજરાપોળના પુલ પર એક યુવક પુલની પાળ પર બેઠો હતો. તે દરમીયાન અચાનક નીચે નદીમાં ખાબક્યો હતો. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. 108ની ટીમ ઘટના સ્થળે પોહચી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરમાં મોવિયા ચોકડી પાસે આવેલા પાંજરાપોળના પુલની પાળી પર પ્રકાશ ચૌહાણ ઉ.વ.40 નામનો યુવાન બેઠો હતો. અચાનક નદીમાં ખાબકતા માથાના ભાગે અને હાથમાં ઇજા થવા પામી હતી. 108ની ટીમના પ્રતાપભાઈ વાળાએ નદીમાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને પુલ પર ટ્રાફિક જામ થયો હતો. ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...