પરિવારના એકના એક પુત્રનું મોત:મોરબી ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનામાં ગુંદાસરા ગામના યુવાનને કાળ ભરખી ગયો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતો અને શાપરમાં પ્રાઇવેટ કંપનીમાં સફાઈનું કામ કરતો યુવાન દિવાળીની રજામાં મોરબી મામાનાં ઘરે જઈ ઝૂલતા પુલે ફરવા ગયો હતો. ગોઝારા અકસ્માતમાં તેનું પણ મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પરિવારને રૂ.4 લાખની સહાય અપાઈ
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા અને શાપરમાં પ્રાઇવેટ કંપનીમાં સફાઈનું કામ કરતો યુવાન સૂરજ મોહનભાઈ જાડેજા (વાલ્મિકી) (ઉં.વ.18) દિવાળીની રજામાં મોરબી ગામે મામા ભુપતભાઈ છગનભાઈ પરમારનાં ઘરે ગયો હતો. ત્યાંથી મામા સાથે ઝૂલતા પૂલે પહોંચ્યો હતો. દરમિયાન પુલ તૂટી પડતાં આશાસ્પદ યુવાનનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સૂરજ પરિવારનો એકનો એક પુત્ર હતો અને સફાઈ કામ કરી ઘર ગુજરાત ચલાવવામાં મદદ કરતો હતો. ગોઝારી ઘટના બાદ સુરજના મૃતદેહને ગુંદાસરા લાવી અંતિમ વિધિ કરાવવામાં આવી હતી. બાદમાં મોરબીથી ઉચ્ચ અધિકારીઓએ આવી રૂ.4 લાખની સહાયનો ચેક સુરજનાં પિતા મોહનભાઈને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...