માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો
ગોંડલના એક ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી એક સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી. તેમની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. મૃતક સગીરાના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકને એક દીકરીએ ગળાફાંસો ખાતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક યુવતીના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માનસિક બીમારીથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો હતો.
ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલ કારખાનામાં કામ કરતા યુવાને કારખાનામાં આવેલ ઓરડીના પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
વોટ્સએપમાં સ્ટેટસ મૂકયા બાદ ગળાફાંસો ખાધો
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામમાં આવેલા કોપર જેમ્સ નામના કારખાનામાં કામ કરતા યુવાન મુકેશ પંચાલે કારખાનાની ચોરડીમાં ગળાફાંસો ખાધો. મૃતક યુવાન અપરણિત હતો પરિવારમાં માતા પિતા અને 4 ભાઈઓ છે. મૃતક યુવાન કારખાનામાં છૂટક મજૂરી કામ કરતો હતો. આઠ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો. ત્યારબાદ મોબાઈલમાં "દુઃખ ભરી લાગણી"ના સ્ટેટસ મુકતો હતો. યુવાને ગળાફાંસો ખાતા પહેલા પણ પોતાનામાં મોબાઈલમાં સ્ટેટસ મૂક્યું હતું. જેમાં લખ્યું હતું કે "હું દર વખતે એજ વિચારું છું કે મારો તો શું વાંક હતો કે તું મને આમ અધવચ્ચે મૂકીને વઈ ગઈ...!" સ્ટેટસ મૂકયા બાદ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.