જન્મદિવસે જ જીવન ટૂંકાવ્યું:ઝાડ પર લટકી યુવાને આત્મહત્યા કરી, એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી; શહેરમાં છેલ્લા 2 દિવસમાં 3 આપઘાતના કેસ નોંધાતા ચકચાર

ગોંડલ14 દિવસ પહેલા
  • પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા કામે લાગી

ગોંડલમાં છેલ્લા બે દિવસમાં આત્મહત્યાના 3 બનાવ સામે આવ્યા છે. ગોંડલ શિવરાજગઢ ગામે યુવાને જન્મદિવસે જ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાધાની ઘટના સામે આવી છે 26 વર્ષના મેહુલ રમેશભાઈ સાકરીયા નામના યુવાને ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ હતું.

આર્થિક ભિંસ આત્મહત્યાનું શરુઆતી કારણ
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા યુવકે ઝાડ પર લટકીને ગળાફાંસો ખાનારા યુવકનો આજે જન્મદિવસ હતો. શાપર વેરાવળ ખાતે કડીયા કામ કરતા આ યુવકની એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી ત્યારે આત્મહત્યા કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો પોલીસ સૂત્રો મુજબ આર્થિક ભિંસના કારણે યુવકે આત્મહત્યા કરાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. હાલ મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...