તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચોરડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે રાજકોટના યુવાનનું મોત

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત માટે કુખ્યાત ઝોનમાં વધુ એકનો ભોગ લેવાયો

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ નેશનલ હાઈવે ચોરડીના વળાંક પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લેતાં રાજકોટના યુવાનનું મોત નીપજયું હતું. અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બની ગયેલા આ ઝોનમાં કોઇ દિશાસૂચક કે માર્ગ અવરોધક મૂકવામાં આવ્યા ન હોઇ, વારંવાર અહીં માનવ ભોગ લેવાતો રહ્યો છે, અને તેમાં રવિવારે વધુ એકનો ઉમેરો થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યોગેશભાઈ ચુનીભાઇ ચોટલીયા ગોંડલ નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે બાઈક પર પસાર થઈ રહ્યા હોય કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. મૃતકના ભાઈ મયુરભાઈ ચોટલીયા એ જણાવ્યું હતું કે યોગેશભાઈ છેલ્લા આઠ વર્ષથી પોતાના પત્ની અને બાળકોના પરિવાર સાથે અલગ રહેતા હતા અને બે મહિનાથી પત્ની અને બાળકોને એકલા મૂકી જતા રહ્યા હતા દરમિયાન આજે અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો