અકસ્માત:ગુંદાળા ચોકડી પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દી’ પૂર્વેની ઘટનામાં સારવારમાં મૃત્યુ

ગોંડલના ગુંદાળા ચોકડી પાસે બે દિવસ પેલા રાત્રીના એક્ટિવા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક્ટિવા સવાર રવિભાઈ જેન્તીભાઈ વાજા (ઉ.વ. 34) ને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં ડોક્ટરે યુવાન બચી શકે તેમ ન હોવાનું કહીને ઘરે લઈ જવાનું કહેતાં પરિવારના સભ્યો દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સ મારફત યુવાનને ઘરે લઈ જતી વેળા રસ્તામાં યુવાનની તબિયત વધુ બગડતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે લઈ જવાતા હોસ્પિટલના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરતા પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં મૃતદેહને પી.એમ માટે સિવિલ ખસેડાયો હતો.

મૃતક યુવાન મોવિયા ગોવિંદનગર બસસ્ટેન્ડ પાસે રહેતો હતો. પરિવારમાં બે ભાઈમાં મોટો હતો. મુખી પંપ પાસે ટીનિંગનો વ્યવસાય કરતો હતો અને પરિવારનો આધાર સ્તંભ હતો. યુવાનના 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 4 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા અને આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...