દુર્ઘટના:ગોંડલનાં લીલાખામાં વીજપોલ પરથી પટકાતાં યુવકનું મોત

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 ફીડર શટડાઉન છતાં પાવર સપ્લાય ક્યાંથી આવ્યો ?
  • પ્રાથમિક તપાસમાં યુવાનનું વીજ કરંટ લાગતા મૃત્યુ થયાનું તારણ

ગોંડલ તાલુકાના લીલાખા સબસ્ટેશન ખાતે પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા શ્રમિક યુવાન મેન્ટેન્સ કામ કરતી વેળાએ 12 મીટર ઊંચા ગડર પોલ પરથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું . લીલાખા ગામે સબ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા માલીવાડ અજીતકુમાર અજમલભાઈ (ઉ.વ.19, રહે. હાલ ચરખડી, મૂળ. ગોધરા) નામના યુવાનનું 12 મીટર ઉંચા પોલ પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને નાયબ એન્જિનિયર એચડી મોરીએ જણાવ્યું હતું કે ઘટના દુઃખદ પૂર્ણ બની છે.

કોન્ટ્રાક્ટરના સાત માણસો અને પીજીવીસીએલના પણ અન્ય છ-સાત કર્મચારીઓ એક સાથે લીલાખા પાસે 11 કેવી લાઈનમાં મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉપરોક્ત યુવાન નીચે પડતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની તપાસ ચલાવી રહેલા તાલુકા પોલીસના જમાદાર અલ્પેશભાઈ દામસીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં યુવાનનું વીજ શોક લાગવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.

તેમજ વધુ માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. આ તકે કોન્ટ્રાક્ટર સ્ટાફે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લીલાખા સબ સ્ટેશન ખાતે શટડાઉન જાહેર કરાતા 8 ફીડર શટડાઉન કરાયા હતા અને ફીડર શટડાઉન મોડમાં હતા તો પાવર સપ્લાય ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...